ગુજરાત સહિત સંપુર્ણ દેશમાંથી ચોમાસાની વિદાઈ થઈ છે તેમ છતાં હજી પણ વરસાદી આફતથી ખેડુતોને ઘણું નુક્સાન થઈ રહ્યું છે.
તેવામાં ફરી એકવાર સૌરાષ્ટ્ર – કચ્છ – ગુજરાતમાં માવઠાની સંભાવના છે. તા. 19થી 21 દરમિયાન કોઇ દિવસ છુટા છવાયો વરસાદ પડી શકે છે.
તો કોઈ દિવસ આઇસોલેટેડ વિસ્તારમાં ઝાપટા, હળવો, મધ્યમ્ તો ભારે વરસાદની શક્યતા હોવાનું વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે.

ઉત્તર લક્ષદ્વીપ વિસ્તાર અને પડોશ પરનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ગઈ કાલે મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર આવેલું હતું અને સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી લંબાય છે.
મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં ઉપરોક્ત યુએસીથી લઈને કર્ણાટક અને રાયલસીમાના દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે સુધી ટ્રફ લંબાય છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.
20મી ઓક્ટોબરની આસપાસ ઉત્તર અંદમાન સમુદ્ર પર નવા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સંભાવના છે.
તેના પ્રભાવ હેઠળ, 22મી ઓક્ટોબરની આસપાસ મધ્ય બંગાળની ખાડી પર લો પ્રેસર ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે.
ત્યારબાદ તે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને 24મી ઓક્ટોબર સુધીમાં વધુ તીવ્ર બનીને ડિપ્રેશનમાં પણ ફેરવાઈ શકે છે.
કપાસના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના તમામ બજારોમાં કપાસના બજાર ભાવ
અરબી સમુદ્રની વેલમાર્કડ લો પ્રેસર-સિસ્ટમ્સને કારણે, આગાહીના સમયગાળા દરમિયાન અમુક દિવસોમાં સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના આઈસોલેટેડ વિસ્તારો (1% થી 25% વિસ્તાર) માં ઝાપટા, હળવો, મધ્યમ, સામાન્ય ભારે વરસાદ
અમુક દિવસ છુટા છવાયા વિસ્તારોમાં (26% થી 50% વિસ્તાર) વધ ઘટ માત્રામાં ઝાપટા, હળવો, મધ્યમ, સામાન્ય ભારે વરસાદ પડવાની શક્યતા છે.
વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં તા. 19થી 21 ઓક્ટોબર 2024 સુધીની આગાહી કરતાં જણાવેલ કે, મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર ગાઢ વાદળો છવાયા છે.
19મી ઓક્ટોમ્બરથી 21મી ઓક્ટોબર 2024 દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં કોઈ દિવસ છૂટા છવાયા તો કોઈ દિવસ આઇસોલેટેડ વિસ્તારમાં ઝાપટા, હળવા, મધ્યમ તો ક્યાંક ક્યાંક ભારે વરસાદની શક્યતા છે.
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
ખાસ નોંધ:
આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.